ભારત જન વિજ્ઞાન જાથાની રાજયકચેરી, સમસ્ત ગ્રામજનો મોવીયા, ધી પટેલ સ્કૂલ, ન્યારી સ્કૂલના સંયુક્ ઉપક્રમે રાજયમાં કાળી ચૌદશની ગેરમાન્યતા ખંડન તથા કાર્યકર્તાઓની શ્રેષ્ઠ કામગીરીની અનુલક્ષીને સન્માન સમારોહ સફળતાથી સંપન્ન થયો હતો. વિજ્ઞાનને અપનાવી અંધશ્રદ્ધા ભગાવો સુત્રને સાર્થક કરીએ. વિજ્ઞાન કયારેય પૂર્ણતાનો દાવો કરતું નથી તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન રાજયના એડી. ડી.જી.પી. ડૉ. વિનોદ કુમાર મલ્લે કરી જણાવ્યું કે વર્તમાન યુગ વિજ્ઞાન ટેકનોલોજીનો છે. વિજ્ઞાનને આવકારી અંધશ્રદ્ધાને દેશવટો આપવાની તાતી જરૂરીયાત છે. માનવીએ સદીઓ-જરી પુરાણા વિચારો છોડવા પડશે. જડતા, અહંકાર, નાત-જાત, કોમ, ધાર્મિકવાડા, ઉચ્ચ-નીચ, પ્રદેશવાદ વિગેરે વિચારો દેશ માટે નુકશાનકારક છે. માનવનો ઉત્કર્ષ કેમાં છે તેનું સતત ચિંતન કરવું જરૂરી છે. ધાર્મિક સ્થાનોને બદલે ગામે ગામ આરોગ્ય, શિક્ષણ કેન્દ્રોની જરૂર છે. ધાર્મિક ઘેલછાથી આખરે માનવીને બરબાદી મળી છે. લોકોએ પોતાનો લાભ ઉઠાવવો પડશે. ભારતના પ્રત્યેક ઘરમાં શિક્ષણનું મહત્વ રહેવું જોઈએ તેના કારણો આપ્યા હતા. કબીર-બુદ્ધના વિચારો માનવ માટે કલ્યાણકારી સાબિત થયા છે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ રાજય કક્ષાના સમારોહમાં જણાવ્યું કે કાળ ચૌદશ એક ઉત્સવ રપ મા વર્ષે મોવીયા ગામે સિધ્ધિને ટોચે પહોંચાડયા છે. તેમાં પટેલ સ્કૂલ, ન્યારી સ્કૂલ, સમસ્ત ગ્રામજનોનો સહકાર કામ યાદ રહેશે. દેશના ખુણે ખુણે મોવીયા ગામનો સંદેશ પહોંચ્યો છે. જાથાની પ્રગતિમાં પાયાના કાર્યકરો છે. જાથાનું સકારાત્મક કામ કરવાનું લક્ષ્ય છે. ડૉ. વિનોદ કુમાર મલ્લનું જ્ઞાનલક્ષી પ્રવચન સાંભળી આપોઆપ બોલાય જાય તેમનામાં જ્ઞાનનો ભંડાર છે. વિષયવસ્તુને ન્યાય આપવું તે સિધ્ધિ છે. નાના ગામમાં આવી પ્રોત્સાહન આપવું તે મોટી વાત છે. જાથાને તમામ પ્રકારે હુંફ મળી છે.