બોટાદ ની તાજપર લાઠીદડ ની પેટા કેનાલ માં ગાબડું પડતા આસપાસ ના ખેતરો માં પાણી ફરી વળતા ભ્રષ્ટાચાર ના આ ગાબડા ના કારણે ઉભા પાક ને થયું નુકસાન. ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં તત્ર દ્વારા પેટા કેનાલમાં પાણી બધ કરવામાં આવ્યું .
સમગ્ર ગુજરાત ના મોટા ભાગ ના વિસ્તાર માં ઓછો વરસાદ પડતાં ખેડૂતો માટે માત્ર વાવણી કરેલ પાક માટે કેનાલ દ્વારા સિંચાઈ નું પાણી મેળવી પોતાના પાક ને બચાવી શકે..પણ કેનાલ માં પડતા વારંવાર ગાબડા ના કારણે સિંચાઈ માટે આપવામાં આવતું પાણી અભિશાપ સાબિત થાય છે .જેમાં લીબડી -વલભીપુર મુખ્ય કેનાલ તાજપર ગામ પાસે થી પસાર થાય છે . જેમાં બોટાદ ના તાજપર લાઠીદડ વચ્ચે પસાર થતી૧૯ નંબર ની બ્રાન્ચ કેનાલ માં ગાબડું પડેલ જેના કારણે કેનાલ નજીક ની વાડી માં પાણી ફરી વળતા ખેડૂતો ને ખુબજ મોટું નુકસાન ભોગવું પડેલ છે કારણ કે હાલ ખેડૂતો દ્વારા મરચા તેમજ જીરા ના પાક નું વાવેતર કરેલ હોય તેમાં પાણી ફરી વળતા તંત્ર ના કારણે ખુબજ મોટું નુકસાન આ ખેડૂતો ને ભોગવવુ પડશે ત્યારે નર્મદા નિગમ ના અધિકારી દ્વારા માત્ર કેનાલ માં આવતો પાણી નો પ્રવાહ બંધ કરી પોતાની જવાબદારી પૂર્ણ કરેલ હોય તેવું જોવા મળ્યું.