ઢસા એસ.ટી વિભાગની બેદરકારીનો વિડીયો આવ્યો સામે, વિદ્યાર્થીઓને ચાલું બસે દોડાવ્યા

1191

છેલ્લા ઘણાં સમય થી ઢસા જંકશન ખાતે આવેલ આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન ના વિદ્યાર્થી ઓને હેરાનપરેશાન કરવામાં આવી રહ્યા છે ત્યારે ફરી એક નવો વિધાર્થીનો વિડીયો સામે આવ્યો છે.

ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે એસ.ટી.બસની અનિયમિતતા કારણે વિદ્યાર્થી ઓ મા રોષ જોવાં મળ્યો છે. ઢસા જંકશન ખાતે કરોડોના ખર્ચે નવનિર્મિત એસ.ટી.ડેપો બનાવવામાં આવેલ છે.   પરંતુ આ ડેપો મા બસો પહેલેથી જ  અનિયમિત આવતી હતીં   અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ને ટાઇમ ટેબલ વગરની દોડતી એસ.ટી.બસો ના હિસાબે ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે

આ બાબતે વિદ્યાર્થી ઓ સાથે વાતચીત કરતા તેવું પણ જાણવાં મળ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા આ બાબતે અનેક વાર રજુઆત કરેલી સાથે હાઈવે રોડ બસ સ્ટેશન માં ચક્કાજામ કરવામાં આવ્યું હતું .ત્યારે આ બાબતે એસ.ટી ડેપો મેનેજર ઉચ્ચ અધિકારીઓ દ્વારા અનેક વાર ખાતરીઓ આપવામાં આવી હતી કે વિદ્યાર્થી ઓ ના ટાઇમ ટેબલ મુજબ બસો આવ શે

હાલ ના દિવસો માં ફરી એસ.ટી તંત્ર દ્વારા વિદ્યાર્થી ઓને હેરાનપરેશાન કરવામાં આવી રહ્યા છે જેમ કે ટાઇમ ટેબલ કરતાં એક થી બે કલાકો સુધી બસો મોડી આવી ચાલું બસે વિદ્યાર્થી ઓ ને ખાસ કરીને છોકરીઓ ને બસ ની પાછળ દોડાવાની મજા આવતી હોય એવું લાગી રહ્યું છે

અવા વિડીયો અનેક વાર સામે આવતાં એસ.ટી તંત્ર દ્વારા સમસ્યા નો નિકાલ કે કોઈ ઉકેલ લાવવા મા આવતો ન હોવાં થી વિદ્યાર્થીઓ મા અને ગ્રામજનો માં ભારે રોષની લાગણી જન્મી છે .આ અગે અવારનવાર રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. ગઢડાના પાટણા માલપરા પીપરડી ગુદાળા  ધોધા સમડી  જેવાં અનેક ગામોમાં થી ઢસા જંકશન ખાતે  હાઇસ્કુલ માં અભ્યાસર્થે  આવતાં વિદ્યાર્થીઓ ને  આ અનિયમિત બસો ને કારણે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.  સમય સર સ્કુલોમાં પણ પહોચી શકાતું  નથી. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ  રોષે ભરાયા હતા આજ હાઈસ્કૂલ દ્વારા અનેક વાર બોટાદ જીલ્લા અને ગુજરાત રાજ્ય નું નામ રોશન કર્યું છે વિદ્યાર્થીઓ ગુજરાત અને બોટાદ જિલ્લા નું નામ આખાં ભારત દેશ માં રોશન કર્યું છે   ત્યારે તેજ વિદ્યાર્થી ઓ ચાલું એસ.ટી બસો ની પાછળ દોડતા નજરે પડે છે ત્યારે તંત્ર માટે અને આખા બોટાદ જીલ્લા માટે એક શરમજનક ધટના કહેવાય તંત્ર મા થોડી ઘણીપણ શરમ જેવું બાકી હોય તો વિદ્યાર્થી ઓની માંગણી પુરી કરવામાં આવે અને આગલા દિવસોમાં ફરી વિદ્યાર્થી બસો ની પાછળ દોડતા નજરે ન ચડે તેવી માંગ ઉઠી છે.

Previous articleતાજપર- લાઠીદડ પેટા કેનાલમાં ગાબડુ : ખેતરોમાં પાણી ફરી વળ્યા
Next articleબોટાદમાં મારમારીના ગુનેગારની પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલ હવાલે કરાયો