શહેરના સિદસર રોડ પર વાળુકડ જઈ રહેલી બંસી સીટી બસના ચાલકે બાઈક ચાલક પ્રૌઢને અડફેટે લેતા સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. બનાવ બનતા લોકોના ટોળા એકઠા થયા હતા અને ભરતનગર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના સરદારબાગ નજીક આવેલ બારસો મહાદેવની વાડીમાં રહેતા કરૂણાશંકરભાઈ નાનજીભાઈ નાંદવા ઉ.વ.પપ તેનું મોટરસાયકલ નં.જીજે૪ એક્યુ પ૭૧ લઈ દેવગાણા કોઈ કામ સબબ જઈ રહ્યાં હતા. તે વેળાએ સિદસર રોડ પર વાળુકડ જઈ રહેલી બંસી સીટી બસના ચાલકે કરૂણાશંકરભાઈ નાંદવાને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યું હતું. બનાવ બનતા ભરતનગર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડવામાં આવી હતી.