બોટાદમાં મારમારીના ગુનેગારની પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલ હવાલે કરાયો

1069

બોટાદ એલસીબી દ્વારા બોટાદના મારમારી, ખંડણી, ધમકી, ખનીજચોરી, ખુનની કોશીષ, લૂંટ, ધાડ, હથિયાર ધારા ભંગ, જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ઈસમ ભુરાભાઈ ઉર્ફે ભુરીયો ખેંગારભાઈ સાટીયા રહે. ખોડિયારનગર-૦ર તા.જી. બોટાદ વાળાની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જિલ્લા મેજીસ્ટ્રેટ સુજીતકુમારનાઓએ પાસા અટકાયત વોરંટ ઈસ્યુ કરતા બોટાદ જીલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના તથા માર્ગદર્શન મુજબ બોટાદ એલસીબી પો. ઈન્સ. એચ.આર. ગોસ્વામી તથા એલસીબી સ્ટાફના એ.એસ.આઈ. ડી.એમ.ત્રિવેદી, ભગવાનભાઈ શામળાભાઈ ખાંભલા, લક્ષ્મદેવસિંહ પ્રવિણસિંહ ચુડાસમા, પ્રવિણસિંહ બનેસિંહ પરધવી, ક્રિપાલસિંહ દોલુભા ઝાલા તા. ૧૦-૧ર-ર૦૧૮ના રાત્રીના પાસા અટકાયતી ભુરાભાઈ ખેંગારભાઈ સાટીયા વાળાને બોટાદ તેના રહેણાંક મકાનેથી શોધીક ાઢી ધોરણસર પાસા વોરંટની બજવણી કરી પાલારા (ભુજ) ખાસજેલ ખાતે ધકેલી આપેલ છે. આ આરોપી વિરૂધ્ધ બોટાદ, રાણપુર, કોંઠ સહિત પો.સ્ટે.માં અનેક ગુનાઓ નોંધાયેલા હતાં.

Previous articleઢસા એસ.ટી વિભાગની બેદરકારીનો વિડીયો આવ્યો સામે, વિદ્યાર્થીઓને ચાલું બસે દોડાવ્યા
Next articleપાલિતાણામાં કોંગ્રેસ દ્વારા વિજયોત્સવ