દાઉદી વોરા સમાજના ધર્મગુરૂ ડો. સૈયદના મોહમ્મદ બુરહાનુદીન ર.અ.ના ૧૦૮મા મિલાદને તેમના વારીસ અબુ જાફરૂકસાદીક આલીકદર મુફદ્દલ સૈફુદીન સાહેબના ૭પમાં મિલાદ નિયતે દાઉદી વોરા મસ્જિદથી ઝુલુસ નકળ્યું હતું જે મામાની છીપર મેઈન બજાર ભૈરવનાથ ચોક નગરપાલિકા થઈને વોરા મસ્જિદ નવાપરા ચોક ખાતે પુર્ણ થયું હતું. તેમાં દાઉદી વોરા સમાજ મદ્રેસાના બાળકો વડીલો તેમજ સમાજના સૌ આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ ઝુલુસ જનાબ આમિલ સાહેબ યાહ્યાભાઈ અને સમાજના પ્રમુખ અબ્બાસ વાસણવાળાની આગેવાનીમાં નિકળ્યું હતું.