ભાવ. યુનિ. દ્વારા ર૭મીએ ૧ર૧૬પ વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરાશે

1878

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરમાં શૈક્ષણિક વર્ષ ર૦૧૮-૧૯માં પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની યોજના અનુસાર આગામી તા. ર૭-૧ર-ર૦૧૮ના રોજ ટેબલેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરેલ છે, આ કાર્યક્રમ રાજયકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે અને તેમના વરદ હસ્તે વિદ્યાર્થીઓને આ ટેબલેટ વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમના આયોજન માટે આજરોજ ટેબલેટ વિતરણ કાર્યક્રમ માટે વિવિધ કમિટિઓની મિટિંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિવિધ કમિટિના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમના સુચારૂ આયોજન માટે ચર્ચા વિચારણા કરી હતી. આ કાર્યક્રમમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ૧ર૧૬પ વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવશે.

Previous articleડોશી અને પડોશી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે