હોકી વર્લ્ડ કપઃ ફ્રાંસને ૩-૦થી હરાવી ઓસ્ટ્રેલિયાનો સેમીફાઇનલમાં પ્રવેશ

845

ઓડિશામાં ચાલી રહેલા ૧૪મા હોકી વર્લ્ડકપમાં વર્લ્ડ નંબર-૧ ઓસ્ટ્રેલિયા હોકી ટીમે બુધવારે ફ્રાંસની ટીમને એક તરફી અંદાજમાં ૩-૦થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ પ્રકારે પોતાના પ્રદર્શનથી બધાનું દિલ જીતનાર ફ્રાંસની ટીમનું હોકી વર્લ્ડ કપમાં અભિયાન બુધવારે ક્વાર્ટર ફાઇનલમાં ગત વે વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના સામે ૩-૦થી મળેલી હાર સાથે સમાપ્ત થઇ ગયું.

પૂલ-બીમાં ત્રણેય મેચ જીતીને ટોચના સ્થાને રહેનાર ઓસ્ટ્રેલિયાએ અહીં કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ક્વાર્ટર ફાઇનલના મુકાબલામાં જોરદાર શરૂઆત કરી હતી. ટીમે ચોથી મિનિટમાં જ પેનલ્ટી કોર્નરને ગોલમાં બદલી ૧-૦ની બઢત બનાવી લીધી. ઓસ્ટ્રેલિયા માટે આ ગોલ જેરેમી હૈવર્ડે કર્યો. ત્યારબાદ બીજી ક્વાર્ટરમાં પણ ટીમે વધુ એક ગોલ કરી પોતાની બઢત બમણી કરી દીધી. ટીમ માટે આ ગોલ ૧૯મી મિનિટમાં બ્લેક ગોવર્સએ પેનલ્ટી કોર્નર કરી દીધો.

દુનિયાની નંબર વન અને ૨૦મી રેકિંગવાળી ટીમ વચ્ચે આ મુકાબલો આમ તો મિસમેચ હતો પરંતુ ફ્રાંસે ઓસ્ટ્રેલિયાને વિશાળ અંતરથી જીતવાની તક ન આપી. તો બીજી તરફ ફ્રાંસની ટીમ પહેલી મિનિટમાં કરી દેત પરંતુ તેની ફોરવર્ડ પંક્તિએ તક ગુમાવી દીધી. હાફ ટાઇમ સુધી ૨-૦ની બઢત લીધા બાદ ઓસ્ટ્રેલિયાઇ ટીમે ત્રીજા ક્વાર્ટરમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. ટીમને આ વખતે બઢત અપાવવાની જવાબદારી એરાન લેવસ્કીએ સંભાળી જેમણે ૩૭મી મિનિટમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી ઓસ્ટ્રેલિયાને ૩-૦થી આગળ કરી દીધું. ગત વખતે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાઇ ટીમ ચોથા ક્વાર્ટરમાં કોઇ ગોલ ન કરી શકી.

Previous articleવીવીએસ લક્ષ્મણે મારા કરિયરને બચાવ્યું :ગાંગુલી
Next articleભારત-ઑસ્ટ્રેલિયા આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ