ભારત-ઑસ્ટ્રેલિયા આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ

942

ફાસ્ટ બોલરોને વધુ માફક આવતી પર્થના નવા સ્ટેડિયમની પિચ પર આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ (સવારે ૭.૫૦થી લાઇવ) શરૂ થશે. ચાર ટેસ્ટની સિરીઝમાં ભારત ૧-૦થી આગળ છે. સોમવારે ઍડિલેઇડમાં ભારતે કાંગારુંઓને પહેલી રોમાંચક ટેસ્ટમાં ૩૧ રનથી હરાવીને આ દેશમાં પહેલી વાર સિરીઝની પ્રથમ ટેસ્ટમાં જીત હાંસલ કરી હતી.

આ સ્ટેડિયમમાં માત્ર બે વન-ડે રમાઈ છે જેમાં એકમાં ઇંગ્લૅન્ડે અને બીજીમાં સાઉથ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયા સામે વિજય મેળવ્યો હતો. એ જોતાં, કાંગારુંઓએ પર્થના આ નવા સ્ટેડિયમમાં જીતનું ખાતું ખોલાવવાનું હજી બાકી છે.

બીસીસીઆઇએ તેના ટિ્‌વટર હેન્ડલ પર ટીમ ઇન્ડિયાના ૧૩ ખેલાડીઓના નામ જણાવ્યા છે. વિરાટ કોહલી, મુરલી વિજય, કેએલ રાહુલ, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમીસ જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ.

બીજી ટેસ્ટ માટે પસંદ કરવામાં ૧૩ ખેલાડીઓમાં ચોટિલ રવિચંદ્રન અશ્વિન નથી. તેના પેટમાં ડાબી બાજુ ખેંચાણ છે. ૩૨ વર્ષના આ સ્ટાર ઓફ સ્પિનરને એડિલેડ ટેસ્ટમાં ૬ વિકેટ નીકાળી હતી. રોહિત શર્મા પણ બહાર છે. તેમને પહેલી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ૩૭ રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગ્સમાં ૧ રન બનાવીને આઉટ થઇ ગયા હતા.

બીસીસીઆઇએ નિવેદનમાં કહ્યું, પૃથ્વી શૉના જમણા એંકલ પર ઇજા થઇ હતી. હાલ તેનો ઇલાજ ચાલી રહ્યો છે. અશ્વિનના પેટની ડાબી બાજુની માંસપેશીમાં ખેંચાણ આવી ગયું છે અને તેનો પણ ઉપચાર ચાલી રહ્યો છે. એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચ દરમ્યાન રોહિતની પીઠની નીચેના ભાગમાં દુખાવો થવા લાગ્યો હતો અને તેનો પણ ઉપચાર ચાલી રહ્યો છે. તે પણ બીજી ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં.

મિચલ જૉન્સને બોલિંગમાં પોતાનો તાલમેળ ગુમાવી બેઠેલ મિચલ સ્ટાર્કને ફરી માર્ગે લાવી આપવા ભારત સામે પર્થ ખાતેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ પૂર્વે મદદ કરવાની ઑફર કરી છે, કે જ્યાંની ઝડપી પિચ ઑસ્ટ્રેલિયાના તે ફાસ્ટ બોલર તરખાટ મચાવી શકે છે. સ્ટાર્કે એડિલેઈડમાં ભારતે જીતેલી ચાર ટેસ્ટભરી શ્રેણીની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં બે અને બીજા દાવમાં ત્રણ વિકેટ લીધી હતી.       ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ઑસ્ટ્રેલિયાના પાંચમા સૌથી સફળ બૉલર તરીકે રહેતા જૉન્સનનું માનવું છે કે તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીને મનમાં કોઈ બાબત મૂંઝવી રહી છે.

Previous articleહોકી વર્લ્ડ કપઃ ફ્રાંસને ૩-૦થી હરાવી ઓસ્ટ્રેલિયાનો સેમીફાઇનલમાં પ્રવેશ
Next article૪૫ તાલુકાના ગામોનાં ખેડૂતોને ખાસ સહાય આપવાનો નિર્ણય