કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નીતીન ગડકરીએ જણાવ્યું હતું કે સરકારે રિઝર્વ બેન્કનો એક ઈનસ્ટીટ્યુશન તરીકે નાશ કર્યો નથી. ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેન્ક સરકારનો જ એક ભાગ છે. તેથી આરબીઆઈએ હાલની સરકારના ઈકોનોમિક વિઝનને સપોર્ટ કરવો જ જોઈએ. મુંબઈ ખાતે યોજાયેલા એકકાર્યક્રમમાં તેમણે આરબીઆઈની સ્વયત્તા બાબતે સવાલ ઉઠાવવા ઉપરાંત માલ્યાને ભાગેડું જાહેર કરવા પર પણ પ્રશ્નાર્થ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ વિજય માલ્યાને ભાગેડું જાહેર કરવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે કારોબારમાં જોખમ પણ હોય છે. પછી ભલે તે બેન્કિંગ હોય કે ઈન્શ્યોરન્સ. ચડતી-પડતી બધામાં આવે છે. પરંતુ ભૂલ પ્રમાણિક હોય તો તેને માફ કરીને બીજી તક આપવી જોઈએ.
તેમણે કહ્યું કે ઘણાં સમય પહેલા મહારાષ્ટ્ર સરકારે સરકારી કંપની સિકોમ દ્વારા વિજય માલ્યાને લોન આપી હતી. તેનું તેણે ૪૦ વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યું છે.