સુપ્રીમ કોર્ટે ગુરૂવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રૂદ્ધ નોટિસ જાહેર કરી છે. ફડણવીસ પર ગુનાકિય મામલાઓનો ખુલાસો ન કરવાનો આરોપ છે. મુંબઈના સામાજિક કાર્યકર્તા અને વકીલ સતીશ ઉકેએ મુખ્યમંત્રી વિરૂદ્ધ અરજી દાખલ કરી ચૂંટણીને રદ કરવાની માગ કરી છે. ઉકેની અરજીમાં આરોપ લગાવાયો છે કે મુખ્યમંત્રી ફડણવીસે ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં દાખલ કરેલા સોગંદનામામાં તેમના વિરૂદ્ધ દાખલ બે ગુનાકિય બાબતો અંગે જાણ કરી ન હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જૌસેફની બેંચે બોમ્બે હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ દાખલ અરજી પર મુખ્યમંત્રીની પ્રતિક્રિયા માંગી છે.
બોમ્બે હાઈકોર્ટે સતીશ ઉકેની અરજી રદ કરી હતી, જેમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ફડણવીસની ચૂંટણીને રદ કરવાની માગ કરવામાં આવી હતી. ઉકેએ આરોપ લગાવ્યો હતો કે ૨૦૦૯ અને ૨૦૧૪માં નાગપુરની દક્ષિણ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રના નોમિનેશન સમયે ફડણવીસે તેમના વિરૂદ્ધના બે ગુનાકિય કેસની જાણકારી છુપાવી હતી. જે પીપલ્સ એક્ટ, ૧૯૫૧ના ૧૨૫ એનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.