ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ અભ્યાસ કરતી કુ. સરવૈયા કાજલે નેશનલ યોગ ચેમ્પિયનશીપ ઝાખન્ડ (લીમડી)માં નેશનલ યોગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રાચીન સમયમાં ભારતીય શિક્ષણએ ગુરૂકુળ શિક્ષણ પધ્ધતિ હતી. તે સમયે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે યોગ પણ શીખવાડવામાં આવતા હતાં. પશ્ચિમી સંસ્કૃતિના આગમણને કારણે આપણી આ મુળભુત પરંપરાને વિસરી ગયા હતાં. ત્યાર બાદ ભારતીય સંસ્કૃતિનો મુળભુત સંસ્કૃતિ યોગ પધ્ધતિને આજે વિશ્વ સ્વીકારતું થયું છે. આજે યુવાનોએ પણ આ પધ્ધતિને સ્વીકારીને ર૧ જુનના દિવસેન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. વિશ્વ સ્તરે સમગ્ર ગુજરાતનું નામ રોશન કરનાર ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાનગરની વિદ્યાર્થીની કુ. સરવૈયા કાજલે ઈન્ટરનેશનલ યોગ ચેમ્પીયનશીપમાં પસંદગી પામી હતી.