સ્કેટીંગ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામતી કપાસી રોઝીલ

823

ભાવનગરના અનેક નામી – અનામી લોકોએ કલા અને રમત-ગમત ક્ષેત્રે ઉજવળ કારકિર્દી ઘડી છે. તેમા સ્કેટીંગ ક્ષેત્રે બાળપણથી જ રસ ધરાવતી અને અથાક પ્રયત્નો અને ધગસથી મહેનતના પરિણામે ગિજુભાઈ કુમાર મંદિરમાં ધોરણ-પમાં અભ્યાસ કરતી કપાસી રોઝીલ સલીમભાઈએ રાજય કક્ષાની વિવીધ કોમ્પીટીશનમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરી રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામી ભાવનગર અને ગુજરાતનું ગૌરવ વધારેલ છે.

તાજેતરમાં રોલર સ્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા રાજય કક્ષાની કોમ્પીટીશનનું આયોજન થયેલ જેમાં ગૃપ કક્ષાએ ચેમ્પીયન થઈ ઓવર ઓલ ચેમ્પીયનશીપ મેળવી આરએસએફઆઈ તેશનલ લેવલ ટર્નામેન્ટ માટે તા. ૧૯ થી ર૩ ડિસેમ્બર ર૦૧૮ દરમ્યાન વિશાખાપટ્ટનમ ખાતે ભાગ લેવા જશે તેમજ સ્કુલ ગેમમાં પણ રાજય કક્ષાએ પસંદગી પામી તા. ર૬ થી ર૯ ડિસેમ્બર ર૦૧૮ દરમ્યાન બેલગાવ– કર્ણાટક ખાતે ભાગ લેવા જશે કપાસી રોઝીલ રમત-ગમત સાથે અભ્યાસ અને સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિમાં પણ ઉમદા રસ લે છે. રાષ્ટ્રીય કક્ષાની બન્ને કોમ્પીટીશનમાં ઉત્તમ દેખાવ કરવા શાળા અને સંસ્થાએ શુભેચ્છા પાઠવેલ.

Previous articleઆંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશીપમાં નંદકુંવરબા કોલેજની કાજલની પસંદગી
Next articleઘનશ્યામનગર પ્રા.શાળાનું શાળા મ્યુઝીયમ રાષ્ટ્રીયકક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત થયું