વય નિવૃત્ત થતા પાણી પુરવઠા બોર્ડના અધિકારીનો વિદાય સમારોહ યોજાયો

744

તાજેતરમાં પાણી પુરવઠા બોર્ડમાં અધિક્ષક ઇજનેરની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વર્તુળ,ભાવનગરમાં કચેરી અધિક્ષક તરીકે ફરજ બજાવતાં ભદ્રેશભાઇ નાનુભાઇ ભટૃ.વયમર્યાદાના કારણે નિવૃત થતા તેઓનો વિદાયમાન સમારોહ યોજાયેલ ’’

આ પ્રસંગે પી.બી.પટેલ,અધિક્ષક ઇજનેર, જાહેર આરોગ્ય બાંધકામ વર્તુળ, ભાવનગરે સુકન રૂપે શ્રીફળ સાંકરનો પડો, સોલ, સ્મૃતિચિંહ એનાયત કરી કહેલ કે  ભટૃ, એ જલસેવાને આવશ્યક સેવા ગણી સમય, સંજોગ અને પરીસ્થિતિમાં અટલ, અડોલ,અથક બની સેવા બજાવવા બદલ સન્માનપત્ર આપી સન્માનીત કરેલ.

આ પ્રસંગે એચ.સી.ચૌહાણ, કાર્યપાલક ઇજનેર, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, બોટાદ અને કે.કે.બોદર, કાર્યપાલક ઇજનેર, જા.આ.બાં. વિભાગ, ભાવનગર તથા નાયબઇજનેરઓ જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ,ભાવનગર, વલ્લભીપુર, તળાજા, શિહોર, ઉમરાળા, બરવાળા, બોટાદ, ગઢડા, પાલીતાણાના અધિકારી/ કર્મચારીઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ,  સમગ્ર કાર્યક્રમનું સંફળ સંચાલન વર્તુળ કચેરીના મુકેશભાઇ જોષી એ  કરેલ હતું. જયારે કાર્યક્રમને સફળ બનાવવા ઇજનેર જી.એન. ચાવડા,  જે.પી .ચુડાસમા, પી.એન. ખાંધલ, એસ.એચ. શાહ.એ જહેમત ઉઠાવી હતી.

 

Previous articleઘનશ્યામનગર પ્રા.શાળાનું શાળા મ્યુઝીયમ રાષ્ટ્રીયકક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત થયું
Next articleરેડક્રોસ દ્વારા માનવ અધિકાર દિવસ નિમિત્તે કાર્ય શાળા યોજાઈ