ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા માનવ અધિકાર દિવસના અનુસંઘાનમાં તા. ૧ર-૧ર-ર૦૧૮ના રોજ માનવ અધિકાર બાબતે કાર્યશાળા યોજાઈ હતી, જેમાં ભાવનગર લો કોલેજના પ્રિન્સીપાલ ડો.જે.એસ. પંડયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માનવ અધિકારો અને તેનું મુલ્ય તથા માનવ અધિકારો બાબતે જાગૃત કરવામાં આવ્યા હતાં. આ કાર્યશાળામાં વિવિધ સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ, જુનિયર રેડક્રોસના કાઉન્સેલર તથા રેડક્રોસ સોસાયટીના વોેલેન્ટીર્ય જોડાયા હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, તથા તાલુકા કાનુની સેવા સત્તા મંડળ પણના પ્રતિનિધિઓ જોડાયા હતાં. કાર્યક્રમને વધુ સફળ બનાવવા રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડો. મિલનભાઈ દવે, વાઈસ ચેરમેન સુમિતભાઈ ઠકકર, સેક્રેટરી વર્ષાબેન લાલાણી, ભારતીબેન ગાંધી, નરેન્દ્રભાઈ ત્રિવેદી તથા રેડક્રોસની ટીમ ઉપસ્થિત રહેલ.