શહેરના નારી રોડ દસનાળા નજીક આજે સાંજના સુમારે હીરો હોન્ડા મોટર સાયકલ નં. જી.જે.૪ એજે ૩૪૬પ તથા મારૂતી સુઝુકી સ્વીફટ કાર નં. જી.જે.૦પ જેકે ૭૬૧૧નો ધડકાભેર અકસ્માતથયો હતો. જેમાં બાઈક ચાલકને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માતના બનાવની જાણ થતા હાઈવે ટ્રાફિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને ટ્રાફિક કલીયર કરાવ્યો હતો.