ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ વિજય ઋષભચન્દ્રસુરીશ્વરજી મ.સા.નું ગુરૂવારે સવારે પાલિતાણામાં પોતાના આજ્ઞાનુવર્તી મુનિરાજ પુષ્પેન્દ્રવિજયજી મ.સા., મુનિરાજ રૂપેન્દ્રવિજયજી મ.સા., મુનિરાજ જિનચંદ્રવિજયજી મ.સા., મુનિરાજ જીતચન્દ્રવિજયજી મ.સા., મુનિરાજ જનકચન્દ્રવિજયજી મ.સા. અને સાધ્વી રત્નેરેખાશ્રીજી મ.સા., સાધ્વી અનુભવદ્રષ્ટાજી મ.સા., સાધ્વી કલ્પદર્શિતાજી મ.સા., સહિત મંગલ પ્રવેશ કર્યો. આચાર્ય પાલિતાણામાં શુક્રવારથી પ્રારંભ થઈ રહ્યો છે. નવાણુ યાત્રાનો પોતાની નિશ્રા પ્રદાન કરવાના હેતુથી આગમન થયું છે. નવાણુ યાત્રાનું આયોજન ચંચલબેન ઈન્દ્રમલજી પરિવાર દ્વારા કરવામાં આવશે.
સવારે આનંદજી કલ્યાણજી ભવનથી આચાર્યની પ્રવેશ શોભાયાત્રા પ્રારંભ થઈ. લાભાર્થી પરિવારના મદનલાલજી ઈન્દ્રમલજી તથા આચાર્યએ સ્વાગત કર્યું. શોભાયાત્રા તળેટી પહોંચી જયાં આચાર્ય મુનિ-સાધ્વી મંડલ, આયોજક પરિવાર તથા નવાણુ યાત્રા માટે આવેલા રપ૦ શ્રાવક-શ્રાવિકાઓ તળટી વંદના કરી. તળટી વંદનાના પછી બધા રાજેન્દ્ર ભવન પહુંચે જયાં ધર્મસભા થઈ. જેને આચાર્ય અને મુનિરાજ પુષ્પેન્દ્રવિજયજી મ.સા.એ સંબોધિત કર્યા. રાજેન્દ્ર ભવન ટ્રસ્ટ મંડલના મેનેજિંગ ટ્રસ્ટી ફતેહલાલ કોઠારી, ટ્રસ્ટી મનસુખ મારવાડી, કે.એમ. જૈન તથા સલાહકાર સમિતિના સંજય કોઠારી, ગિરિશ ગાંધી, કામલી બોહરાઈ લાભાર્થી પરિવારજનોના ટ્્રસ્ટ મંડળ દ્વારા બહુમાન કરાયું હતું. આ અવસર પર ભરતભાઈ પારેખ, પરેશભાઈ અને જૈન સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.