હજુ તો ગિરના દેવળીયા પાર્કમા ટ્રેકર પર સિંહના હુમલાની ઘટનાની શાહી સુકાઈ નથી અને ઘટના અંગેનું રહસ્ય હજુ સ્પષ્ટ થયું નથી ત્યા ફરી એક વાર સિંહ જેવા વન્ય પ્રાણી દ્વારા માનવ જાત પર હુમલો કરીને ફાડી ખાતા પર્યાવરણ પ્રેમીઓ અને વન વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે મહુવા નજીક આવેલ ગુજરડા ગામ વચ્ચે આવેલ રામ ઘાટ ખારા વિસ્તાર નજીક ગત મોડી રાત્રિના સમયે યુવક પર સિંહ દ્વારા હુમલો કરીને ફાડી ખાતા હાહાકાર મચી ગયો છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તળાજાના સરતાનપરના વતની અને હાલ મહુવાના અગ્તરીયા ગામે રહેતા અને માછીમારી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા રામ ભાઇ દાના ભાઇ ચુડાસમા (ઉ.વ.૩પ) તેવો ગત રાત્રિના પોતાના ઘરેથી રાત્રિના ૯ વાગ્યાના અરસામા ઘરેથી માછી મારી કરવા જતા હતા ત્યારે રામ ઘાટ નજીક આવેલ ખારા પટ વિસ્તારમાથી પસાર થઈ રહ્યા હતા તેવા સમયમા સિંહ દ્વારા હુમલો કરીને ફાડી ખાતાં યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને ઘટના અંગે વન વિભાગને જાણ થતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે અને યુવકના મ્રુત દેહને કબજે લઈને ભાવ નગર ખાતે પેનલ પી એમમા મોકલવામા આવ્યો છે ઘટનાને લઈને હાલ સમગ્ર પંથકમા ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે વન વિભાગના ડી સી એફ સહિતના ઉચ્ચ અધિકારીઓ સહિત જેસર તળાજા સહિતનો વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે અને માનવ ભક્ષિ સિંહને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી છે. આ ઉપરાંત મૃતકના પરિવારને સહાય ચુકવવાની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે.
માનવ મૃત્યુ કે ઈજાનો અગાઉ એક પણ બનાવ બન્યો નથી
આ વીસ્તારમાં માનવ મૃત્યુ કે ઈજાનો એક પણ બનાવ બનેલ નથી. આગલી રાત્રે રામભાઈને આ વિસ્તારના ટ્રેકરએ ત્યાં જવાની ના કહી બીજા રસ્તે મોકલી આપેલા પરંતુ મોડીરાત્રે ટ્રેકર સ્થળે પરથી ગામન તરફ ગયા બાદ ફરી સિંહ બેઠા હતા તે વિસ્તારમાં ગયા તેથી હુમલાનો બનાવ બનવા પામેલ. બનાવના સ્થળે એ.સી.એફ અને ડી.સી.એફ પહોંચી ગયેલ અને તપાસની કાર્યવાહી ગે યોગ્ય માર્ગદર્શન આપેલ તેમ નાયબ વન સંરક્ષકે જણાવેલ.
વન વિભાગે ૩૦ વ્યક્તિની ટીમ બનાવી ટ્રેપ કેજ ગોઠવી
સિંહણ અને બે અન્ય પાઠડા બચ્ચાને પકડવાની કાર્યવાહી મહુવાના વેટરનરી ડોકટર દેસાઈ અને ત્રણે રેન્જના રે.ફો.ઓ., ફોરેસ્ટર, ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકર મળી કુલ ૩૦ વ્યક્તિની જુદી જુદી ટીમ બનાવી ટ્રેપ કેજ ગોઠવી રહેલ છે. રાત્રિ દરમિયાન સતત કાર્યવાહી ચાલશે. ગામ લોકો અને સરપંચ પણ સ્થળ પર હાજર હતા અને તપાસમાં સહકાર આપેલ છે.