ભાજપ દ્વારા જિલ્લાની ૫ બેઠક પૈકી દહેગામમાં તેના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરાઇ છે. જ્યારે ગાંધીનગર ઉત્તરમાંથી અશોકભાઇ પટેલને રીપીટ કરવામાં આવ્યા છે દક્ષિણ માંથી પણ શંભુજી ઠાકોરન રીપીટ કરવામા આવ્યા છે. બીજી બાજુ કોંગ્રેસમાં તમામ ૫ બેઠકના સત્તાવાર નામ પણ મોડે જાહેર કી દેવામાં આવ્યા છે.દહેગામમાં કામિનીબાને મેન્ડેટ આપી દેવાયો અને કલોલમાં બળદેવ ઠાકોરને રિપીટ કરાયાની જાહેરાત થતાં જ સમર્થકોએ ઉજવણી કરીપરંતુ કલોલ અને દહેગામના ઉમેદવારોના સમર્થકોએ ફટાકડા ફોડી નાખ્યા છે. ઉત્તરમાંથી ફરી એક વાર નિશીત વ્યાસનું પત્તુ કપાયું છે અને સી.જે.ચાવડાને ટીકીટ ફાળવવામાં આવી છે.ગાંધીનગર દક્ષિણ બેઠક પર કોંગ્રેસના હિમાંશુ પટેલનું નામ ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું પરંતુ ઠાકોર સેનાના ગોવિંદસિંહ ઠાકોરને ટીકીટ આપતાં ગાંઘીનગર કાંગ્રેસના કાર્યકરો દ્વારા કાંગ્રેસની સેકટર ૨૨ની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી.
માણસામાં સુરેશ પટેલ અથવા બાબુજી ઠાકોરના નામ ચર્ચામાં રહ્યા હતાં. ગાંધીનગર ઉત્તર બેઠક પર બન્ને પક્ષે ઉમેદવારના નામ રાત્રે જાહેર કરવામાં આવ્યા હતા જેમાં કાંગ્રેસના સુરેશભાઇ પટેલને ટીકીટ આપવામાં આવી છે.જ્યારે ભાજપે કાંગ્રેસમાંથી આવેલા અમીત ચોધરીને ટીકીટ આપવામાં આવી છે.કલોલમાં કોંગ્રેસ દ્વારા બળદેવજી ઠાકોરને રિપીટ કરવામાં આવ્યાની વાત વાયુ વેગે પ્રસરવાની સાથે તેમના સમર્થકોએ ફટાકાડા ફોડ્યા હતાં. તો ભાજપે પણ જુના જોગી એવા અતુલ પટેલને ટીકીટ આપી છે.આ ઉપરાંત અપક્ષો પણ મેદાને છે, બીએસપી, એનસીપી, જન વિકલ્પ જેવા પક્ષોએ પણ પોત પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.