સલમાન ખાન એક વાર ફરીથી આયૂષ શર્માને મેન લીડમાં રાખીને ફિલ્મ બનાવા જઇ રહ્યો છે. આ ફિલ્મ માટે તે ઘણા દિવસથી પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે રાઇટ્સ મળવાની રાહ જોઇ રહ્યો હતો. હવે તેને રાઇટ્સ મળી ગયા છે, એવામાં આશા છે કે ફિલ્મ જલ્દી બનવાની શરુ થઇ જશે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત હશે. જાણવા મળ્યુ છે કે સલમાન ખાન ફિલ્મને લઇને આ અઠવાડીયે આયુષ શર્માની સાથે મીટીંગ કરશે. એમાં ફિલ્મના નિર્દેશક, આયુષના કિરદારથી લઇને લીડ રોલ માટે એક્ટ્રેસનું નામ ફાઇનલ કરવામાં આવશે, અને જણાવવામાં આવી રહ્યુ છે કે આ ફિલ્મમાં આયુષ એક્શન રોલમાં જોવા મળી શકે છે.
મરાઠી ભાષામાં બની આ ફિલ્મ ’મુલસી’, પૂનાની મુલસી મુઘલની સાચી વાર્તા પર આધારિત છે. એમાં મેઇન રોલ ’ઓમ ભૂતકર’ એ પ્લે કર્યો હતો. ફિલ્મમાં બતાવવામાં આવ્યુ હતુ કે કેવી રીતે પોતાની જમીન ખોઇ દીધા બાદ ખેડૂત ગરીબી અને મુશ્કેલીમાં થઇને ક્રાઇમની દુનિયામાં આવે છે તો કેટલાક માફિયા પણ બની જાય છે. ફિલ્મમાં મહેશ માંજરેકર, મોહન જોશી અને ઉપેન્દ્ર લિમાયએ કામ કર્યુ હતુ. જેને મરાઠી સિનેમાંમાં ખૂબ નામ કર્યુ હતુ. ફિલ્મનુ નિર્દેશન પ્રવીણ વિઠ્ઠલ તારદેએ કર્યુ હતુ.