જિલ્લામાં ૬ દિવસમાં ૨૧ ટીમો દ્વારા ૧૪ હજારથી વધુ વાહનોનું ચેકીંગ કરાયું

968
gandhi28112017-5.jpg

 ગાંધીનગર જિલ્લાની વિધાનસભાની ૫ બેઠક પર ઉમેદવારી માટે સોમવારે છેલ્લો દિવસ છે. ત્યારે મતદારોને લોભાવવા રોકડ કે અન્ય ચિજોની હેરફેર વધવાની શકયતા છે. હવે ઉમેદવારો જાહેર પણ થઇ રહ્યા છે. ત્યારે સ્ટેસ્ટીંક સર્વેલન્સ ટીમો બમણા જોશથી કામે લાગી ગઇ છે. દહેગામ, માણસા,કલોલ તથા ગાંધીનગર તાલુકાનાં જુદા જુદા માર્ગો પર સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. એસએસટીનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર ૬ દિવસમાં ૧૪ હજારથી વધુ વાહનોનું ચેકીંગ ૨૧ ટીમો દ્વારા વિડીયોગ્રાફી સાથે કરવામાં આવ્યુ છે.

Previous articleજિલ્લાની ૫ બેઠકો માટે ફોર્મ ભરતા ભાજપ કાંગ્રેસના ઉમેદવારો, અપક્ષ અને અન્યોએ પણ ફોર્મ ભર્યા
Next article ગાંધીનગર શહેરની બંન્ને બેઠક પર ભાજપે ધારાસભ્ય રીપીટ કર્યા