રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ડબલ્યૂએફઆઇ)એ ભારતીય પહેલવાનોના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સુધારો કરતા દિગ્ગજ પહેલવાન સુશીલ કુમાર અને સાક્ષી મલિક ગ્રેડ એમાં શામેલ કરી લીધા છે. આ બંન્ને પહેલવાન પણ હવે ૩૦ લાખવાળા ગ્રેડમાં સામેલ થઇ ગયા છે. ખરેખર આ મામલામં ડબલ્યૂએફઆઇના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહએ ટાટા મોટર્સ એલીટ પહેલવાન વિકાસ કાર્યક્રમ લોન્ચ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, જે ભૂલ થઇ હતી તેમા સુધારો કરી દેવામાં આવ્યો છે. અમે કોઇને પણ ગ્રેડ બીમાં રાખવા માંગતા નથી. અમે ખેલાડીઓ માટે ગ્રેડ એ થી લઇ એફ સુધીની સિસ્ટમ તૈયાર કરી છે.
નોંધનીય છે કે, હાલમાં જ ભારતીય પહેલવાનોની કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર થઇ છે, જેમા બજરંગ અને વિનેશ સિવાય પૂજા ઢાંડાને પણ ગ્રેડ એમાં સામેલ કરવામાં આવી હતી. ત્યાં જ દેશના દિગ્ગજ પહેલનવાન અને ઓસમ્પિક મેડાલિસ્ટ સુશીલ કુમાર અને સાક્ષી મલિકને લિસ્ટ એમાં સ્થાન આપવામાં આવ્યુ ન હતું. બંન્ને પહેલવાનોને વીસ લાખવાળી લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હતાં. તે સમયે આ કરાર આગામી એક વર્ષ માટે કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે, બંન્ને પહેલવાન આ વર્ષે કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતાં.