ટેનિસઃ માતા બનનાર ખેલાડીઓની રેન્કિંગ હવે ત્રણ વર્ષ સુરક્ષિત રહેશે

877

હવે મહિલા ટેનિસ ખેલાડીઓની રેન્કિંગ માતા બનવાને કારણે નીચે નહીં આવે. આંતરરાષ્ટ્રીય  મહિલા ટેનિસ સંઘ (ડબલ્યૂટીએ)એ આ નિર્ણય કર્યો છે. આવા ખેલાડીઓની રેન્કિંગ બ્રેક લીધાના ત્રણ  વર્ષના સમય સુધી સુરક્ષિત રહેશે. આ લાભ ઈજાને કારણે બહાર થનારા ખેલાડીઓને પણ આપવામાં  આવશે. પરંતુ ડબલ્યૂટીએએ આ ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં વરિયતા આપવાની ગેરંટીનો ઈન્કાર કર્યો છે.

વરિયતા આપવાના મામલામાં ડબ્લ્યૂટીએની દલિલ છે કે, અધિકાર ટૂર્નામેન્ટોના આયોજકોની પાસે રહેશે.  પરંતુ એટલી ગેરંટી આપવામાં આવી છે કે, આવા ખેલાડીઓને પ્રથમ રાઉન્ડમાં કોઈપણ સીડેડ ખેલાડી સામે  મુકાબલો કરવો પડશે નહીં.

અમેરિકી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે ૨૦૧૭મા માં બન્યા બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં વાપસી કરી હતી, પરંતુ  તેને ફ્રેન્સ ઓપનમાં કોઈ વરિયતા આપવામાં ન આવી. પરંતુ વિમ્બલ્ડનમાં તેને ૨૫મી વરિયતા આપવામાં  આવી હતી. આ સમયે તે રેન્કિંગ પ્રમાણે ટોપ-૩૨માથી બહાર હતી. ડબલ્યૂટીએ ખેલાડીઓને ડ્રેસ કોડમાંથી પણ રાહત આપી છે.

Previous articleપહેલવાન સુશીલ કુમાર-સાક્ષી મલિકને ડબલ્યૂએફઆઇએ ‘ગ્રેડ-એ’માં કર્યા શામેલ
Next articleપર્થ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાના ૬ વિકેટે ૨૭૭