ગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકારની ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રની હકારાત્મક નીતિઓ મહત્વરૂપ : સૌરભભાઈ પટેલ

855

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ – ૨૦૧૯ની નવમી આવૃત્તિ આગામી મહિનામાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે. જે અંતર્ગત આજે હૈદરાબાદ સ્થિત આઈટીસી કટાટીયા હોટલમાં ગુજરાતના ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રોડ-શો યોજાયો હતો. ગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટેની હકારાત્મક નીતિઓ મહત્વરૂપ છે.

આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં હૈદરાબાદના રોકાણકારોને ભાગ લેવાનું આમંત્રણ આપીને સૌરભભાઈ પટેલએ જણાવ્યું હતું કે, “અમે આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ૩૫,૦૦૦ થી વધારે સહભાગીઓની અપેક્ષા રાખીએ છીએ, જેમાં માત્ર ઉદ્યોગપતિઓ અને રોકાણકારો જ નહિ પરંતુ વિશાળ સંખ્યામાં વેપારીઓ, નિકાસકારો અને આયતકારોનો પણ સમાવેશ થાય છે.” વાયબ્રન્ટ ગુજરાત ૨૦૧૯માં નેટવક’ગ અને બીટુબી ઈન્ટરએક્શન પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રસ્તાવ છે, જેથી કરીને બાયર-સેલર મીટ તેમજ ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ કોન્કલેવ ઈવેન્ટ્‌સના હેતુને પૂર્ણ કરવા સુસંગતતા રહેશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તમે માત્ર પરંપરાગત ઉત્પાદનમાં જ નહિ પરંતુ નાણાકીય સેવાઓ, એરોસ્પેસ, સંરક્ષણ, ઈલેક્ટ્રોનિક્સ, લોજીસ્ટિક્સ, રીટેલ, પર્યટન, મીડિયા અમે મનોરંજન ક્ષેત્રમાં પણ ગુજરાતમાં રહેલી વ્યવસાયિક તકોને ઓળખી શકશો.

આ રોડ શો દરમિયાન ઊર્જામંત્રીએ સ્થાનિક ઉધોગપતિઓ અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને રાજ્ય સરકારની નીતિઓથી તેમને અવગત કરાવ્યા હતા તથા આગામી વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું હતું.

ગુજરાતમાં રોકાણની શક્યતાઓ વિશે વાત કરતા રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રીમતી અંજુ શર્માએ કહ્યું હતું કે ”ગુજરાત દેશનું અગ્રણી ઔધોગિક રાજ્ય છે તથા સૌથી વધુ શહેરીકરણ ધરાવતું અર્થતંત્ર છે. સાથે-સાથે ગુજરાત માથાદીઠ આવક, જીડીપી વિકાસદર જેવી બાબતોમાં પણ અન્ય રાજ્યો કરતા ખુબ આગળ છે. ગુજરાતની આર્થિક સમૃદ્ધિ રાજ્ય સરકારની નીતિઓ, આંતરમાળખાકીય સુવિધાઓ અને રાજ્યની વ્યુહાત્મક ભૌગોલિક પરિસ્થિતિને આભારી છે. ગુજરાત પહેલેથી જ સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારોની પહેલી પસંદ રહ્યું છે. આ સાથે રાજ્યમાં આવેલા બંદરો આયાત-નિકાસ માટેના ગેટવે માનવામાં આવે છે અને વ્યાપાર ઉધોગોને વિશ્વના મોટા ઔધોગિક કેન્દ્રો સાથે સરળતાથી જોડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવી દિલ્લી, મુંબઈ, પૂણે, બેંગ્લોર અને કોલકત્તા ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ રોડ-શોનું આયોજન કરવામા આવ્યું હતું.

 

Previous articleએશિયા કપ-૨૦૨૦ની યજમાની પાક.ને મળતા બીસીસીઆઈએ ઉઠાવ્યો વાંધો
Next articleગાંધીનગરમાં ચાર દિવસીય ખાદ્ય-ખોરાક પ્રદર્શન સીએમએ ખુલ્લુ મુકયુ