રાજ્યમાં વધી રહેલી બેરોજગારી વચ્ચે ભરવાડ સમાજ દ્વારા રોજગારી વધારવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રયાસો અંતર્ગત ભરવાડ સમાજ દ્વારા સમાજના યુવકોને કોઈપણ પ્રકારનું ડાઉન પેમેન્ટ ભર્યા વિના ૩૦૦ પીક-અપ વાન અને કારનું વિતરણ કર્યું હતું.
આ અંગે ભરવાડ સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે, યુવાનો માટે રોજગાર યોજના અમલમાં મુકી ૩૦૦ યુવાનોને રોજગારી આપવા માટે કોઈપણ પ્રકારનું ડાઉન પેમેન્ટ ભર્યા વિના ૧૩ હજાર રૂપિયાના ૬૦ માસિક હપ્તે ગાડીઓ આપવામાં આવી છે.