ઠંડીએ હાડ ધ્રુજાવ્યા : નલીયા ઠંડુગાર, તાપમાન ૫.૮ ડિગ્રી

533

ગુજરાતમાં સતત બે દિવસથી ઠંડીનો ચમકારો છે. ગુરુવારે ગાંધીનગર ૧૧.૪ ડિગ્રી સાથે રાજ્યની ઠંડીની રાજધાની રહ્યું હતું. ત્યારે શુક્રવારે નલીયા ૫.૮ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદનું તાપમાન પાંચ ડિગ્રી ગગડ્યું હતું.

એક જ દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો ૫ ડિગ્રી ગગડ્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે કાતિલ ઠંડા પવનોથી ગુજરાત ઠંડુગાર બન્યું. ગુજરાતના મોટાભાગના શહેરોના મહત્તમ અને લઘુતમ તાપમાન ૨થી ૫ ડિગ્રી ગગડ્યા.

રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે જતા લોકોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી સમયમાં હાડ થીજાવતી ઠંડી પડશે તેવું હવામાન ખાતાનું હેવું છે. વિભાગે તાપમાન ૧૧ ડિગ્રી સુધી જાય તેવી આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, હાલમા જ એક વેસ્ટર્ન ડિસ્ટરબન્સ હિમાલય અને કાશ્મીરને અસર પહોંચાડી રહ્યું છે અને બીજી સિસ્ટમ એપ્રોચ કરી રહી છે. આ સંજોગોમાં ઉત્તરમાં પવનનો જોર વધશે. ત્યારે ગુજરામાં પણ ઠંડી આગામી પાંચ દિવસમાં તેને કહેર બતાવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

બનાસકાંઠાને અડીને આવેલું રાજસ્થાનનું હિલસ્ટેશન માઉન્ટ આબુ પણ હવે ઠંડુગાર બની ગયું છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન ૨.૪ ડિગ્રી પહોંચી ગયું છે. માઉન્ટમાં બે દિવસમાં તાપમાન ૬ ડિગ્રી ઘટ્યું છે. તો ઠંડી વધતા માઉન્ટ આબુમાં આવતા સહેલાણીઓ ઠૂંઠવાયા છે. કેટલાક વિસ્તારોમાં બરફની પરત જામી હોવાનુ પણ દેખાઈ આવે છે.

ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષાને પગલે સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા બે દિવસથી રાજકોટમાં તાપમાનનો પારો ૧૩ ડિગ્રીની આસપાસ જોવા મળ્યો છે. રાજકોટમાં લોકો સતત ઠંડા પવનોનો સામનો કરી રહ્યાં છે.

ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઠંડીનો પારો ચાર ડિગ્રી નીચે ઉતરવાની આગાહી છે. આ સંજોગોમાં ગુજરાતમાં પણ ઠંડી આવતા પાંચ દિવસ પોતાનો કહેર વર્તાવ એમ જણાઇ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર પૂર્ના પવનની દિશામાં જો નહીં બદલાય તો કોલ્ડ વેવ છવાયેલો રહેશે. દક્ષિણ ગુજરાતમાં વિતેલા બે દિવસથી પ્રવર્તી રહેલી ઠંડીની સ્થિતિમાં ગુરુવાર રાત્રિ દરમિયાન વધારો નોંધાયો હતો. અને સમગ્ર પંથકમાં પારો સીધો ત્રણ ડિગ્રી નીચે ઉતરી જતાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઇ હતી.

Previous articleકુંવરજી સામે આચારસંહિતા ભંગ બદલ આખરે ફરિયાદ
Next articleકાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : ચારના મોત