જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં જોર લગાવવા માટે ભાજપ તમામ સ્ઁ, સ્ન્છ અને આગેવાનોને ૨૦ તારીખ એટલે કે મતદાન સુધી જસદણમાં કેમ્પ કરવા માટે સૂચના આપી છે.
તાજેતરમાં ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ નો પરાજય થતાં જસદણ વિધાનસભાની પેટાચૂંટણી પર તેના પડઘા ન પડે તે માટે ભાજપે નવેસરથી વ્યૂહરચના ઘડી છે. જેને લઇને ભાજપના સાંસદો અને ધારાસભ્યોને દરેક વોર્ડ અને બૂથ સુધી પ્રચાર કરવા માટે અને મતદાન સમયે દરેક બૂથ પર ધારાસભ્યોને સભ્યોની નજર રહે તે માટે ખાસ પ્લાન ઘડ્યો છે.
૨૦૦૧માં યોજાયેલી સાબરમતી વિધાન સભાની પેટાચૂંટણી તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ માટે લિટમસ ટેસ્ટ હતી. તે સમયે પણ ભાજપે તમામ સાંસદો-ધારાસભ્યો અને આગેવાનોને સાબરમતી પેટાચૂંટણીની જવાબદારી સોંપી હતી જોકે તે પેટા ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો. પક્ષપલટુ ઉમેદવારને ગુજરાતની પ્રજા સામાન્ય રીતે સ્વીકારતી નથી તેથી ભાજપમાં ચિંતા વધી છે. પાંચ રાજયોના પરિણામો બાદ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.