NIAએ ૧૫૦૦ કરોડના હેરોઈન કેસમાં બે આરોપીઓને ઝડપ્યા છે. જ્યારે તે આરોપીઓને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. ફેઝાન અને અલ્લારખા નામના બન્ને આરોપીઓ ગુજરાતમાં આરડી એક્સ બ્લાસ્ટ કરવાના હતા. છોટા શકીલના સાગરીત ફારુક દેવડીવાલાએ આ અંગે કબૂલાત કરી છે. ફારુક દેવડીવાલા હાલ દુબઈ પોલીસની કસ્ટડીમાં છે. પોરબંદરમાં તેઓ આરડીએક્સ ઉતારવાના હતા તેવી વાત પણ સામે આવી છે.