એલઆરડી પ્રકરણ : ૪પ૦ કરોડનું કૌભાંડ હોવાનું પોલીસનું સમર્થન

694

LRD પેપર લીક કાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં LRD નું પેપર ૮૦ હજાર ઉમેદવારોએ ખરીદેલું હતુ. જો આ કેસમાં ૧૨૦ Bનો ગુનો નોંધાય તો પોલીસની ઊંઘ હરામ થઈ જાય.

રૂ.૪૫૦ કરોડનું કૌભાંડ હોવાના અંદાજને પોલીસનું સમર્થન મળ્યું છે. ઝ્રડ્ઢઇ સોશિયલ મીડિયાની તપાસથી કૌભાંડનો અંદાજ આવી ગયો છે. ૧૫ આરોપીના સોશિયલ મીડિયાના એકાઉન્ટની ચકાસણી કરવામાં આવી છે. એકાઉન્ટની ચકાસણીમાં હજારો ઉમેદવારના નામ ખુલ્યા છે. રાજ્યભરમાં પેપર લીક થયાનું પોલીસ નકારતી નથી. ઉલ્લેખનિય છે કે રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતી માટે ૨ ડિસેમ્બર-૨૦૧૮ના યોજાનાર લેખિત પરીક્ષા પેપર લીક થવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. આ પરીક્ષા રદ થતાં રાજ્યભરના ૮.૭૫ લાખ જેટલા યુવા ઉમેદવારોને તકલીફ પડી હતી અને પરીક્ષા સ્થળે આવવા-જવાનો બિનજરૂરી ખર્ચ પણ ભોગવવો પડયો હતો.

જેથી રાજ્ય સરકારે આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આગામી લેખિત પરીક્ષા ફૂલપ્રુફ વ્યવસ્થા અને કડક બંદોબસ્ત સાથે કોઇ પણ ક્ષતિ વગર આયોજન કરવાના હેતુસર સર્વગ્રાહી વિગતોનો પરામર્શ કર્યો હતો. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને અધિક પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું છે કે, લોકરક્ષક ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હવે આગામી તા. ૬ જાન્યુઆરી, ૨૦૧૯ રવિવારે રાજ્યભરમાં યોજવામાં આવશે.

Previous articleNIAએ કરી બે આરોપીઓની ધરપકડ, ગુજરાતમાં  RDX બ્લાસ્ટ કરવાના હતા
Next articleરાફેલ મુદ્દે રાહુલે ફેલાવેલા સફેદ જુઠ બદલ દેશની માફી માંગવી જોઈએ