મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસને રાફેલ મુદ્દે આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, કોણ ચોકીદાર છે અને કોણ ચોર ! તે સ્વયંસ્પષ્ટ થઈ ગયું છે. સુપ્રિમ દ્વારા રાફેલ મુદ્દે સરકારને સ્પષ્ટ નિર્ણય દ્વારા કલીનચીટ આપી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા અને ખાસ કરીને રાહુલ ગાંધી દ્વારા ચલાવવામાં આવેલ સફેદ જુઠનો પર્દાફાશ થઈ ગયો છે. ત્યારે રાહુલે દેશની માફી માંગવી જોઈએ, અને દેશના જવાનોનું મોરલ તોડવા બદલ તેમની પણ માફી માંગવી જોઈએ.
યુપીએ વખતે થયેલા કૌભાંડો અંગે રાહુલ ગાંધીએ બોલવું જોઈએ. જેમાં સુપ્રિમ કોર્ટ દ્વારા પણ સીબીઆઈની તપાસ અને સીબીઆઈએ કરેલ તપાસ અંગેની જવાબદારી રાહુલે લેવી જોઈએ. જયારે નરેન્દ્રભાઈની સરકાર પારદર્શક રીતે ન્યાયપૂર્ણ દેશના હીતમાં જયારે કામ કરી રહી છે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી આ નિર્ણયથી થઈ ગયેલ છે.