ભાવનગર જિલ્લા જેલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

1230
bhav28112017-7.jpg

ભાવનગરની સર. ટી. હોસ્પિટલ,ઈન્ડીયન મેડીકલ એસોસીએશન, સરકારી મેડીકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લા  જેલના બંદિવાન ભાઈઓ, બહેનો અને જેલ સ્ટાફ માટે એક સર્વરોગ નિદાન કેમ્પ તા. ૨૬ના રોજ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ ૨૫૭ બંદિવાન ભાઈઓ/બહેનો તેમજ ૭ જેટલા જેલ કર્મચારીઓનું મેડીકલ ચેકઅપ કરાયુ હતુ. જરૂરી સલાહ અને દવા અપાઈ હતી. આ કેમ્પમાં ઓર્થો, માનસીક, મેડીસીન, ચામડી, આંખ, કાન-નાક ગળા તથા ગાયનેક વિભાગના તજજ્ઞોએ સેવા આપી હતી. તેમ કાર્યકારી અધિક્ષક જિલ્લા જેલ ભાવનગર દ્વારા જણાવાયુ છે. 
આ કેમ્પને સફળ બનાવવા માટે ડો. ત્રિપાઠી, ડો. કાનાણી, ડો. કેતન પટેલ, ડો. સમીર શાહ, ડો. કશ્યપ દવે સહિત જેલ પ્રશાસન દ્વારા ભારે જહેમત ઉઠાવવામા આવી હતી. 

Previous article જલારામ પ્રા.શાળામાં પરમાણુ ઉર્જા વિશે સેમિનાર યોજાયો
Next article મફતનગરના રહીશો દ્વારા મતદાનના બહિષ્કારની ચિમકી