રિઝર્વ બેંકના પૂર્વ ગર્વનર રધુરામ રાજને ખેડૂતોના દેવામાફીનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યુ કે, આ નિર્ણયથી ભંડોળ પર અસર પડી શકે છે. રધુરામ રાજને કહ્યુ કે, ખેડૂતોના દેવામાફીનો સૌથી વધારે ફાયદો સાંઠગાઠવાળાને મળે છે, મોટેભાગે ગરીબ લોકોને લાભ મળવાની જગ્યાએ તેમણે મળે છે જેમની સ્થિતિ સારી હોય. તેમણે આગળ કહ્યુ કે, જ્યારે દેવું માફ કરવામાં આવે છે, તો દેશના ભંડોળ પર અસર પડે છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાદ દરમિયાન પોતાની રેલીઓમાં ખેડૂતોને વચન આપ્યુ કે, જો મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો ૧૦ દિવસની અંદર ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે, ત્યારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પછી કોંગ્રેસના નેતા કમલનાથે કહ્યુ કે, તેઓ જલ્દીથી આ વચનો પૂરા કરશે.