હવે PUBG ગેમ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

1938

ભારતમાં  પબજી મોબાઇલ ગેમ ખૂબ ઝડપથી પોપ્યુલર થઇ રહી છે અને નંબર- ૧ તે મોબાઇલ ગેમિંગ એપ બની ચૂકી છે. લોકોનો મોબાઇલ ડેટા ક્યારે ખતમ થઇ રહ્યો છે કોઇને ખબર હોતી નથી. પરંતુ વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનું આ પગલું તમને અજીબ લાગશે. જોકે, વીઆઈટી તેના કેંપસમાં પબજી રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. દરેક હોસ્ટલર્સને ઇમેલ સ્ટેટમેન્ટ મોકલવામાં આવ્યો છે. જેમા વીઆઈટીના ચીફ ઓફ વોર્ડન્સે લખ્યું છે, કેટલાક વિદ્યાર્થી પબજી જેવી ઓનલાઇન ગેમ રમી રહ્યા છે અને આ આપણી સંજ્ઞાનમાં આવ્યો છે. તેની મંજૂરી નથી. સતત ઇન્કાર કરવા છતા હોસ્ટલર્સ ઓનલાઇન ગેમ રમીને નિયમનો ઉલ્લંઘન કરી રહ્યા છે.

જેનાથી તેની સાથે રહેનારા રુમ મેટ્‌સને સમસ્યા થાય છે. તેનાથી આખી હોસ્ટેલનો માહોલ ખરાબ થઇ રહ્યો છે.

Previous articleલાંબી મડાગાંઠનો આખરે અંત : ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી
Next articleઓનલાઈન ઓર્ડર પર ભોજન પીરસનાર કંપનીઓ પર કાર્યવાહી થશે