હિમાચલ પ્રદેશ : ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર

786

દેશભરમાં ગાયના નામે ચાલી રહેલા રાજકારણ વચ્ચે હિમાચલ પ્રદેશની વિધાનસભામાં ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાનો પ્રસ્તાવ પારીત કરવામાં આવ્યો છે. ધર્મશાળામાં આયોજીત થયેલા વિધાનસભા સત્ર દરમિયાન ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરતો પ્રસ્તાવ મંજૂર થયો હતો. હિમાચલ પ્રદેશની વિધાનસભા દ્વારા આ પ્રસ્તાવને કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. આ પહેલા ઉત્તરાખંડ વિધાનસભાએ પણ સપ્ટેમ્બરમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગણી સાથેનો એક પ્રસ્તાવ પારીત કર્યો હતો. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો પ્રસ્તાવ કોંગ્રેસના ધારાસભ્ય અનિરુદ્ધ સિંહે હિમાચલ પ્રદેશ વિધાનસભાના પટલ પર રજૂ કર્યો હતો તેને સત્તાધારી ભાજપના તમામ ધારાસભ્યોએ ટેકો આપ્યો હતો. ગાયને એક રાજકીય મુદ્દો નહીં બનવવા પર અનિરુદ્ધ સિંહે કહ્યુ છે કે ગાય કોઈ જાતિ, ધર્મ અથવા વંશમાં વિભાજીત કરી શકાય નહીં. ગાયનું માનવતાના વિકાસમાં મહત્વનું યોગદાન છે.

અનિરુદ્ધ સિંહે કહ્યુ હતુ કે ગાય જ્યારે દૂધ આપવાનું બંધ કરે છે, તો તેને લોકો ખુલામાં છોડી દેતા હોય છે. માટે આ પ્રકારના પગલાને ઉઠાવવાની જરૂર હતી. એટલું જ નહીં તેમણે ગાયના નામે હિંસા અને મોબ લિચિંગ રોકવા માટે પગલા ઉઠાવવાની જરૂરત હોવાનું પણ જણાવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે ૧૬ ઓક્ટોબર-૨૦૧૫ના રોજ હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં કથિત ગોતસ્કરીના મામલામાં ઉત્તર પ્રદેશના એક યુવકની ભીડે પિટાઈ કરી હતી.

Previous articleઓનલાઈન ઓર્ડર પર ભોજન પીરસનાર કંપનીઓ પર કાર્યવાહી થશે
Next articleગુજરાત  પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે ઈસ્માઈલ મહેતરની નિમણુંક