અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રાહુલજીના શક્તિ પ્રોજેુકટમાં સારી કામગીરી કરવા બદલ ઈસ્માઈલભાઈ નુરમહંમદભાઈ મહેતરી ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તિરેક નિમણુંક કરેલ છે. આ નિમણુંકને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવકતા અને બિહારના પ્રભારી શકિતસિંહ ગોહિલ, ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, કનુભાઈ બારૈયા, પ્રદેશ ડેલીગેટ દિલીપ સિંહજી ગોહિલ, અનિરૂધ્ધ સિંહ ગોહિલ (રંગોલી), મહાવીર સિંહ કે. ગોહિલ, મહાવીરસિંહ બી. ગોહિલ (મેનેજીંગ ડિરેકટર ભા.ડિ.કો), મેહુરભાઈ લવતુકા, પુર્વ પ્રમુખ અને વાઈસ ચેરમેન ભા.ડિકો., ખરીદ વે. સંઘના પ્રમુખ જીવરાજભાઈ ગોધારી વિગેરેએ આવકારી અભિનંદન આપેલ છે.