અધર્મનું મુળ રોગ દ્વેષ છે ચારિત્ર્ય નીતિમાં છે નીતિ ધર્મમાં છે ધર્મ સત્યમાં છે સત્ય જ શિવ છે : પૂ.હિનાબેન

670

જશોનાથ મહાદેવ મંદિર પૂ. સંતશ્રિ ડોંગરેજી હોલમાં યશોનાથ સત્સંગ મંડળ દ્વારા પ.પુ. ડોંગરેજી મહારાજની પુણ્યતિથિએ ભાવાંજલી કાર્યક્રમ અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવેલ. ભાગવત કથાકાર પૂ. હિનાબહેન વ્યાસે જણાવેલ કે પ.પૂ. ડોંગરેજી મહારાજ શુકદેવજી સ્વરૂપ શિરોમણી શ્રીમદ ભાગવત મર્મશ કથાકાર હતાં. તેમની કથામાં શાંતિ, એકાગ્રતા, ભાવ ભક્તિ, પ્રેમનું અદ્‌ભૂત વાતાવરણ છાવયેલુ રહેતુ હતું. ભજન સંધ્યામાં ડો. નિરંજન આચાર્યએ ભાવ વાદીકંઠે ભજન દ્વારા ભાવાંજલિ અર્પણ કરેલ.  કાર્યક્રમમાં કનુભાઈ આચાર્ય, રમણીકભાઈ ઠકકર, દિપકભાઈ તેમજ ભાવિકભક્તોએ હાજર રહી પ્રસાદ, સત્સંગ ભજનનો લાભ લીધેલ.

Previous articleમોદીને રાહત : રાફેલ ડિલમાં કોઇ અનિયમિતતા થયાની સુપ્રીમની ના
Next articleસમસ્ત બ્રહ્મ સમાજનો સમુહલગ્ન, જનોઈ સમારોહ યોજાઈ