શહેરના આતાભાઈ ચોક ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં મેરય મનહરભાઈ મોરી, ભાવનગર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. ગિરિશભાઈ વાઘાણી, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ધિરેન્દ્રભાઈ વૈશ્ણવ, દધીચીભાઈ મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તથા નાગર સમાજના આગેવાનો દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને તિલક અને હારમાળા પહેરાવવામાં આવી હતી. આ પ્રસંગે વૈશ્ણવ જનો તેને કહીએ…નું ગાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગે ધિરેન્દ્રભાઈ વૈશ્ણવે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો નાગર સમાજ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.