પુત્રના લગ્નના ચાંદલાની રકમ ૧.ર૧ લાખ ગૌશાળામાં અર્પણ

925

અમરેલીના સાધુ સમાજનું પ્રેરક પગલું  પુત્રના પરણીય પર્વએ પરોપકારી પરમાર્થ કરી સવા લાખની સખાવત કરી  પ્રેરણાત્મક પગલું પુત્રના લગ્નમાં ચાદલામા આવેલ એક લાખ એકવીસ હજારની રકમ ગૌશાળાને અપઁણ કરતા ગૌપ્રેમી ધમેઁન્દ્રગીરી ગોસ્વામ અમરેલી દસનામ ગોસ્વામી સમાજ પ્રમુખ ધમેઁન્દ્રગીરી લાલગીરી ગોસ્વામીના સુપુત્ર ચિ.સિધ્ધાર્થના શુભલગ્ન તા૧૦/૧૨ ના શુભદિને ધારી ગળધરા ખોડીયાર મહંત પરિવારની લાડલી ચિ.આરતી સાથે યોજાયેલ. અમરેલીથી સાજન માજન સગા સબંધીઓને સંગ રૂડી જાન જોડીને વાજતે વાજતે ધારી ગળધરા ખોડીયાર મુકામે શુભ લગ્ન યોજાયેલ. ગૌપ્રેમી ધમેઁન્દ્રગીરીજીએ લગ્નમાં આવેલ તમામ ચાદલાની રકમ રુપિયા ૧૨૧૦૦૦ (એક લાખ એકવીસ હજાર)લીલીયા રોડ પર આવેલ કામધેનુ ગૌશાળાને અર્પણ કરીને સમાજને નવો રાહ ચીધનાર સાચા અર્થમાં જીવદયાપ્રેમી ધમેઁન્દ્રગીરીજી પર ચોતરફથી અભિનંદનની વષાઁ થઇ રહેલ છે, અત્રે ઉલ્લેખનીય છે કે ધમેઁન્દ્રગીરી તેમજ તેમની ટીમ ઘણા વષોઁથી લૂલી, લંગડી, અપંગ ગાયોની સેવા કરી રહેલ છે તેમજ અમરેલી પંથક જીવદયા પ્રેમી માટે આનંદિત કરતી પ્રેરણા.

Previous articleઆદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ કચ્છના પ્રવાસે
Next articleવંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના સહયોગથી પાલનપુર ખાતે પૃથ્વીરાજ ચૌહાણની જન્મજયંતિની ઉજવણી