દેશમાં સ્વચ્છતાની સાથે સાથે લોકો ખુલ્લામાં જાજરૂ ના જાય તે માટે અથાગ પ્રયત્નો કરવા છતાં હજુ પણ કરોડો લોકો ખુલ્લામાં જાજરૂ જઈ રહ્યા છે ત્યારે “ખુલ્લા માં જાજરૂ મુક્ત” અભિયાન માટે આજે ભાવનગર ૬-બટાલિયન એનસીસી દ્વારા એક રેલી યોજી અને લોકોને સંદેશો પાઠવવામાં આવ્યો હતો.
દેશમાં કરોડો લોકોના ઘરમાં જાજરૂ નથી અને તેઓ ખુલ્લામાં જાજરૂ જઈ રહ્યા છે, અને આ એક મોટી સમસ્યા છે, અને તેના નિવારણ માટે ઘણા પ્રયત્નો કરાયા છે, અને ચાલુ પણ છે. લોકોમાં જાગૃતતા લાવવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે ભાવનગર ૬-બટાલિયન એનસીસી દ્વારા પણ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, ભાવનગર એનસીસી ઓફિસથી આ રેલીનું પ્રસ્થાન એનસીસી ના કમાન્ડીંગ ઓફિસર કર્નલ પરમજીતસિંઘે કરાવ્યું હતું, તેમને જણાવ્યું હતું કે એનસીસી એ વિધાર્થીના જીવન ઘડતરની સાથે સાથે એક સામાજિક ઉત્તરદાયિત્વ પણ ધરાવે છે, આજે દેશમાં અસંખ્ય લોકો ખુલ્લામાં જાજરૂ જાય છે અને જેને કારને બીમારી સહિતની અનેક સમસ્યા થી પીડાય છે ત્યારે ખુલ્લા માં શૌચ મુક્ત ગુજરાત અને દેશ માટે આ અભિયાન ચલાવાઈ રહ્યું છે.