ભાવનગર શહેરના નજીકના સીદસર ગામે રપ વારીયામાં રહેતી પરણિતાને આજે બપોરના સમયે કોઈ અજાણ્યા શખ્સે તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઈ હતી. બનાવ અંગેની જાણ થતા વરતેજ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ બનાવની તપાસ હાથ ધરી હતી.
બનાવની મળતી વિગત મુજબ, શહેર નજીકના સીદસર રણ વારીયામાં રહેતા સોનલબેન અનિલભાઈ પરમાર (વણઝાર) ઉ.વ.ર૧ જેઓ આજ બપોરના સમયે ઘરે એકલા હતા તે વેળાએ કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી સોનલબેનના ગળાના ભાગે હાથ અને પગમાં તીક્ષણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી નાસી છુટ્યો હતો. બનાવની જાણ વરતેજ પોલીસને કરાતા પીએસઆઈ ગઢવી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવની મૃતક સોનલબેનના પતિ અનિલભાઈ ગોવિંદભાઈ પરમારની ફરિયાદ નોંધી અજાણ્યા હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.