ભાવનગરના મહુવા પંથકમાં આદમખોર મનાતા એક સિંહને વનિવભાગે પકડી પાડ્યો છે જયારે એક સિંહને છોડી મુકાયો છે અને શંકાના પરિધમાં રહેલ પાઠડાને પકડી રાણીગાળા લઈ જવાયો છે.
ભાવનગર જીલ્લાના મહુવા પંથકના ગુજરડા ગામે સિંહ ત્રિપુટીએ માછીમાર યુવાનને મારી ફાડી ખાધાની ઘટનાએ વન વિભાગમાં દોડીધામ મચાવી દીધી હતી. આખી રાત વન વિભાગના સ્ટાફે રજળપાટ કરી આખરે આદમખોર મનાતા સિંહને પાંજરે પુરવામા સફળતા મેળવી હતી.
વનવિભાગે ૧૦-૧૦ની ઋત ટુકડી બનાવી જંગલ ખુંદી વળ્યા હતાં. આખરે રાત્રે બે સિંહ વન વિભાગે બનાવેલ રીંગકેમમાં સપડાયા હતાં. પણ પણ ફુટ માર્ગને આધારે એક પાઠડાને કેદ રાખી અન્ય સિંહને મુકત કરવામાં આવેલ. જયારે શંકાના દાયરામાં રહેલ પાઠડા સિંહને રાણીગાના કેન્દ્ર ખાતે મોકલી આપી તે માનવભક્ષી છે કે નહિ ? તેવી તપાસ શરૂ કરવામાં આવી છે. જેનો રીઝીટ ત્રણેક દિવસ પછી આવશે બાદમાં આ સિંહને મુક્ત કરવો કે કેદ રાખવો તે નક્કી કરાશે તેવું જાણવા મળેલ હતું. મહુવા પંથકના આ બનાવે વન વિભાગને દોડતું કરી દીધું છે. આ બનાવમાં બે સિંહ ઉપરાંત સિંહણ પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે પરંતુ વન વિભાગે સિંહણ અન્ય નરસિંહ સાથે મેટીંગમાં જણાતા તેને નહિ પકડવાનું મુનાસીબ માન્યું છે. મેટીંગ વેળા સિંહ-સિંહણ આક્રમક બની જતાં હોય તેથી તેને ખલેલ પહોંચાડવાની ઘાતક સાબીત થાય છે. આથી વનવિભાગે સિંહને પકડવાને બદલે નજરકેદમાં રાખી હોવાનું વનવિભાગના સુત્રોએ જણાવ્યું હતું.