ભારત દેશ એટલે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ, વિવિધ પુરાણો અને ધાર્મિક સંસ્કારોની આદત ધરાવતો આપનો દેશ દિવસેને દિવસે પશ્ચિમી સંસ્કૃતિ તરફ આગળ વધી રહ્યો છે. કોઈ વસ્તુનું અનુકરણ કરવું તે સારી વાત છે પરંતુ તે અનુકરણ સારું અને સાચું હોય તો લાભદાયી બને છે બાકી તો તે નુકશાન તરફ લઇ જાય છે. આજે દેશનો યુવાન પોતાના સંસ્કાર તો ભૂલી જ રહ્યો છે પરંતુ તેની સાથો સાથ પશ્ચિમી સંસ્કૃતિને સંપૂર્ણપણે પોતાનામાં ઉતારી રહ્યો છે. ૩૧ ડિસેમ્બરની પાર્ટીમાં જઈને બારમા ડાન્સ કરવો, મદિરાપાન કરવું કે પછી ફેશનની લઇમાં મોઢામાં ધુમાડો લઈને ધુમાડો કાઢી હુક્કાનું સેવન કરવું કે પછી વેશ્યાગમન કરીને શરીર સુખની પ્રાપ્તિ કરવી તે બધું આજના નવયુવાનો માટે ડાબા હાથ નો ખેલ બની ગયો છે. દારૂ,હુક્કા અને પરસ્ત્રીગમન ની સાથો સાથ આપણો દેશ વધુ એક બાબતે પશ્ચિમી સંસ્ફુર્તિનું અનુકરણ કરી રહ્યો છે અને તે છે માંસાહાર, દિવસે ને દિવસે આપણ દેશમાં માંસાહાર અને અભક્ષ ખોરાકનો ઉપયોગ વધી રહ્યો છે અને એવા દિવસો દૂર નથી કે દેશના દરેક ગામના દરેક ચોરાહા પર દારૂ,માંસાહાર અને હુક્કાના અડ્ડા જોવા મળશે. દિવસેને દિવસે જેમ જેમ સરકાર આનો પ્રતિબંધ અને વિરોધ કરી રહી છે તેમ તેમ તે પુષ્કળ પ્રમાણમાં કાળા બજારી રૂપે વેચાય રહ્યું છે, સમજમાં એ નથી આવી રહ્યું કે તેના પાર પાબંધી મુકવામાં આવેલ છે તો પછી તે કઈ રીતે આટલા વિપુલ પ્રમાણમાં વેચાય રહ્યું છે. હમણાં જો કોઈ વસ્તુના ભાવમાં વધારો આવે તો આપણે ૨ ગાળ અપ્સુ સરકારને કે તેને પ્રજાનો ખ્યાલ નથી કોઈ નવો ટેક્સ લાદવામાં આવે તો આપણેજ સરકાર સામે મોરચો લઈને ઉભા રહીશું અને કોઈ નેતા ભ્રષ્ટાચાર કૌભાંડમાં પકડાય તો આપણે જ એને ગાળો આપીએ છીએ પરંતુ આ વસ્તુ જે બની રહી છે તેના પાછળ અપડેજ કયાંકજણે ક્યાંક જવાબદાર છે કારણ કે આપણેજ આપણા મોજ શોખ ખાતર આપણે તે વસ્તુના ૨-૩ ગણા પૈસા આપીને આપણે તેનો આનંદ અને મજા લઈએ છીએ અને પછી આપણે સરકારને ગાળો આપી છીએ કે સરકારના રાજમાં આવા ગોરખ ધંધા ચાલી રહ્યા છે અને સરકાર આંખ આડા કાં કરી રહી છે પરંતુ તે સરકારના કર્મચારીને ફોડનાર અને તેને જ ગાળો ભાંડનારા આપણે ખુદ જ છીએ અને પછી દેશ ભક્તિ અને પવિત્ર તહેવારો પર શિખામણો અને ભાષાનો આપીને આપણે જૂઠી અને ખોખલી શાન બતાવા રહ્યા છે પરંતુ આપણે સહુ આપણા અંતરથી જાણીએ જ છીએ કે આપણે અંદરથી કેટલા અને બહારથી કેટલા સારા છીએ અરે મારી પાસે એવા અનેક ઉદાહરણ છે કે જ્યાં બાપ દીકરો સાથે બેસીને વ્યસન કરે, ભાઈ અને બેહેન એક બીજા સાથે શરીર સુખની માંગણી કરે છે અને થોડા પૈસા ખાતર પોલીસ અને સરકારી કર્મચારી આ ગોરખ ધંધાને પોષીને તેને વેગ આપે છે. વખત એવો આવી ગયો છે જયારે આપણે આ હરકતો વિરોધ કાનૂની કાર્યવાહી કરવા પડશે નહિ તો એ વખત દૂર નથી કે જયારે ફરી એક વાર આપણે અંગ્રેજીની પણ ગુલામી કરશું અને અંગ્રેજોની પણ ગુલામી કરશુ માટેજ આજથીજ આપણે સૌ પ્રથમ પોતાનાથી શરૂવાત કરતાની સાથેજ આપણેજ આપણી અંદર જો પશ્ચિમી સંસ્કૃતિના અંશનું નિર્માણ થયું હોય તો તેને સામે સંરક્ષણનું ડોટ મૂકીને આજથીજ તેને છોડવા માટે પ્રારંભ કરીએ અને સાથો સાથ દેશના દરેક નાગરિકને આના તરફ જતા અટકાવાએ. આ અડ્ડાઓનું નિર્માણ એટલે થાય છે કેમ કે આપણે તેની બમણી કિંમત ચૂકવીએ છે અને અન્ય ધર્મ કરતા આપણે તેનો ઉપયોગ કરીએ છે માટેજ ફક્ત મોદી સાહેબ અને સરકારને સંભળાવીને આ અડ્ડાઓનું વિસર્જન નથી થવાનું તેના માટે આપણે સૌ પ્રથમ મુર્હત કરવું પડશે ત્યારેજ આ ૐૈંફ જેવો ગંભીર અને બરબાદ કરી નાખે એવા કુ ટેવો અને સુ સંસ્કારોનું નિકંદન થશે સમગ્ર દેશની અંદર ફરી એક વાર પર સ્ત્રી વિરુદ્ધ કોઈ પણ નબીરો ક્યારેય ખરાબ અને બળાત્કારની નજરે નહિ જોઈ. અંતમાં એટલુંજ કહીશ ખાલી બોલવાથી અને લખવાથી કે વાંચવાથી આમ કોઈ ફરક નહિ આવે આપણે આ દેશનું યુવાધન છીએ તો આપણેજ તેમાં પરિવર્તન લાવું પડશે કેમ કે આવનારા ૫૦ વર્ષના ઇતિહાસમાં જે કઈ સારું ખરાબ થશે તેના સાક્ષી અને સહભાગી હું અને તમેજ હોઇશુ.