સમગ્ર રાજ્યમાં અત્યારે કાતિલ ઠંડી પડી પડી રહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નોંધાઈ છે. તો બીજી તરફ અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ ઘ્રાતરો થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. તમને જણાવી દઈએ કે ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળી રહ્યું છે. કાતિલ ઠંડીના કારણે જનજીવન પર અસર થઈ રહી છે. તેમન હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવનારા દિવસોમાં હજુ પણ વધારે ઠંડી પડી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
તેમજ દિવસે ઠંડા પવના લીધે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. અને ૧૮ ડિસેમ્બરથી ફરીથી ઠંડીનું મોજુ ફરી વળશે તેવી શક્યતા છે, જે ઘ્રાતરો થીજવીતી ઠંડી પડશે. તેમજ તમને જણાવી દઈએ કે પેથાઈ ચક્રવાતના કારણે શનિવાર અને રવિવારે વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.
તો બીજી બાજું ખેડૂતો ઠંડીને લઇને રવી પાકની વાવણીનું કામ કરવાનું શરૂ કરી દીધું છે. કેમ કે રવિ પાકમાં તેમાં પણ ઘંઉના પાક માટે ઠંડી વધારે હોય તે સૌથી સારું તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. તેમજ આજે શનિવારે પણ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ડીસા શહેરમાં ૯.૨ ડિગ્રી તાપાનની સાથે રાજ્યમાં સૌથી વધુ ઠંડુગાર શહેક સાબિત થયું છે. તેમજ રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો ડિસામાં સૌથી વધારે ઠંડી નોંધાઈ છે તેના પછી બીજા ક્રમે નલિયા આવે છે. નલિયામાં ૯.૮ ડિગ્રી લઘુતમ તામપાન નોંધાયું છે. તે સિવાય અમદાવાદમાં ૧૧.૨ ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ રાજકોટમાં, ૧૨.૫, વડોદરામાં ૧૨.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે.
તેના પછી સુરેન્દ્રનગરની વાત કરીઅ તો ત્યાં ૧૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ગાંધીનરગમાં ૧૧.૪ ડિગ્રી, કંડલામાં ૧૧,૭ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તે ઉપરાંત ગુજરાતના ગામડાઓની વાત કરીએ તો ત્યાં સૌથી વધારે ઠંડી પડી રહી છે. દેશમાં ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તેમજ અત્યારે રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અને હજુ પણ રાજ્યમાં કાતિલ ઠંડી યથાવત રહેશે. તેમજ ૧૮ ડિસેમ્બરથી ૨૦ ડિસેમ્બર સુધી ઘ્રાતો થીજવતી ઠંડી પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેના પછી ડિસેમ્બરના અંતમાં ૨૬થી ૨૭ તારીખ સુધી રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળશે. અત્યારે રાજ્યમાં ન્યુનતમ તાપમાન ૧૮ ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું થઈ શકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતને અડીને આવેલુ હિલ સ્ટેશન માઉન્ટ આબુ પણ ઠંડુગાર બની ગયું છે. અહીં ખુલ્લામાં પાણી મૂકાતા ત્યાં બરફ જામી જતા વાર નથી લાગી રહી. તો હવામાન ખાતાએ આગાહી કરી છે કે, ૧૮મી તારીખથી ગાત્રો થીજવી દે તેવી ઠંડી પડવાની છે. રાજ્યમાં તાપમાન ૮ ડિગ્રી સેલ્સિયસથી પણ નીચુ જાય તેવી શક્યતા છે. ઠંડીનું મોજુ ૨૭ ડિસેમ્બર સુધી રાજ્યમાં રહેશે તેવુ હવામાન ખાતાનું કહેવુ છે.