નાની રાજસ્થળી ગામે મતદાન જાગૃતિ અંતર્ગત સાયકલ રેલી 

2628
bhav28112017-1.jpg

‘મારો મત મારી તાકાત’ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત નાની રાજસ્થળી કે.વ.શાળા આચાર્ય અશરફ બાવળિયા, બી.એલ.ઓ. અને અન્ય શિક્ષકો તતા ગામનાં યુવાનોએ સાથે મળી વિશાળ સાયકલ રેલી યોજાઈ હતી. ગામના રત્ન કારીગર વર્ગ તથા અન્ય વર્ગને મતદાન અંગે જાગૃતિ સમજાવવામાં આવી અને સહિ ઝુંબેશમાં ભાગીદાર બનાવવામાં આવ્યા હતા. નાની રાજસ્થળી કે.વ.ની પેટા શાળા ઠાડચ, મેઢા તથા અન્ય શાળા અંતર્ગત સાઈકલ રેલી યોજવામાં આવી હતી. તાલુકા નોડેલ અધિકારી જે.બી.જાડેજા તથા સહાયક નોડેલ બળવંતભાઈ તથા યોગેશભાઈએ સફળ આયોજન બદલ શુભેચ્છા પાઠવેલ.

Previous article મતદાન જાગૃતિ અંતર્ગત બાઈક રેલી
Next article નિર્દોષાનંદજી સરસ્વતીની પરંપરા માટે અનુયાયી શિષ્યોની દિક્ષાવિધિ સંપન્ન