નારી ગામના ખેડૂતો દ્વારા નારી ગામનો શહેરમાં સમાવેશ કરવા અંગે વિશ્વાસ સંપાદન કર્યા વિના કરાયેલ કાર્યવાહીને લઈને જિલ્લા કલેક્ટર તથા મહાપાલિકાના કમિશ્નરને ખેડૂતો દ્વારા યોગ્ય કરવા રજૂઆત કરી છે.
નારી ગામનો થોડા સમય પૂર્વે ભાવનગર મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે સંદર્ભે ગ્રામજનોને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. જેને લઈને ખેડૂતો ગ્રામજનોમાં ભારે રોષની લાગણી પ્રસરી છે. કારણ કે ગામમાં આજની તારીખે પણ પીવાના પાણી, ડ્રેનેજ, વિજળી જેવી પાયાની સવલત પણ ઉપલબ્ધ કરાવવા માંગથી આવી ૬ થી વધુ ગામો વચ્ચે એક આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવા પણ છીનવી લેવામાં આવી છે. આવી સ્થિતિ વચ્ચે ગામના જે ખેડૂતો પોતાની જમીન પર ખેતી કરી પરિવારોનો જીવન નિર્વાહ ચલાવે છે. આ જમીન પણ ભાવનગર વિકાસ સત્તા મંડળ દ્વારા કરાયેલ ઠરાવ ૪ર તથા નગર યોજના નારી નં.૧૯/ર૦ સામે ખેડૂતોની વાંધા અરજી પણ ધ્યાને લેવામાં નથી આવી જે સંદર્ભે જિલ્લા કલેક્ટર તથા કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે.