ગાંધીનગર હોમગાર્ડ યુનિટ દ્વારા ધ્યાન શિબીર યોજાઇ

585

ગાંધીનગર હોમગાર્ડ યુનિટ અને શિવકૃપાનંદ સ્વામી આશ્રમ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સમર્પણ મેડિટેશન કેમ્પ અને ધ્યાન શિબીરનું આયોજન તાજેતરમાં કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર યુનિટના ૨૫૦ હોમગાર્ડ જવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગાંધીનગર યુનિટના ઓફિસર કમાન્ડીંગ પ્રદિપસિંહ સોઢા, માનદ ક્લાર્ક, દિલીપસિંહ ચાવડા, ઉવારસદ યુનિટના ઓફિસર ઇન્ચાર્જ અનિલભાઇ પારેખ, ટીંટોડા યુનિટના ઓફિસર ઇન્ચાર્જ સરદારજી ઠાકોર, આદરજ યુનિટના ઓફિસર ઇન્ચાર્જ ગોવિંદજી ઝાલા તેમજ રમેશજી ઠાકોર સહિત ઉપસ્થિત રહીને ધ્યાન-યોગનો લાભ લીધો હતો.

Previous articleદેશના પ્રથમ ગ્રીન ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું રાષ્ટ્રપતિ કોવિંદે કર્યું ભૂમિપૂજન
Next articleઅમદાવાદમાં ર૧ થી ર૩ ફુડ ફેસ્ટીવલ : ૧ર૦૦ થી વધુ વ્યંજન