સતપ્રેરણા ટ્રસ્ટ અને ભારતી શ્રીજી દ્વારા ગીતાજયંતી અંતર્ગત દેશભરતી સ્કુલોમાં ગીતાપ્રેરણા અભિયાન ચલાવાય છે.
સેકટર – રર ખાતે જુદી જુદી સ્કુલોના વિદ્યાર્થીઓએ આજે ગીતાના શ્લોકોનું ગુંજારવ કરી વાતાવરણ પવિત્ર બનાવી દીધું હતું. ૪૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ગીતાના પાઠ કર્યા હતા અને વિદ્યાર્થીઓને રોજ પઠન કરવાની પ્રેરણા પણ આપવામાં આવી હતી. આમ આ સંસ્કૃતિનું અપ્રિતમ કાર્ય દ્વારા ગીતાને ઘેર ઘેર પહોંચાડવાનું સંસ્થા દ્વારા કાર્ય કરાઈ રહ્યું છે.