મોરબીના કલોક પ્લોટ વિસ્તારમાં કરવામાં આવેલા ફાયરીંગ આરીફ મીરની હત્યા માટે જ કરવામાં આવ્યા હતા. તેવી કબુલાત ફાયરીંગ કરનારા આરોપીએ પોલીસ સમક્ષ કરી હતી.
આ આરોપીઓને રહેવા માટેની વ્યવસ્થા આરીફના સગા ભાઇ મુસ્તાક મીરની હત્યા કરનારા શનાળા ગામના રહેવાસી હિતુભાના કહેવાથી કરવામાં આવી હતી. જે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. જેથી પોલીસે યુપીના બલિયા જિલ્લાની કુખ્યાત ગેન્ગના સુરેશસિંહ ઠાકુર અને હિતુભાના ભાઇ સુરેન્દ્ર સિંહ સહીત કુલ ૪ આરોપીઓની ધરપકજ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ચોકાવનારા ખુલાસા થાય તેવી પુરેપુરી શક્યતા છે.
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ગત શનિવારે સાંજના સમયે કરવામાં આવેલ અંધાધુંધ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં આરીફ મીર, ઇમરાન સુમરા, વિશાલ બાંભણીયા, શીફાબેન અને આરોપી સુરેશસિંહ ઉર્ફે રાજવીર સિંહ ઇજા પામ્યા હતા. ત્યાર બાદ તેમને તાત્કાલીક ધોરણે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વિશાલ બાંભણીયાનું મોત નીપજ્યું હતું. જેથી હત્યા, હત્યાનો પ્રયત્ન, આર્ન્સ એકત સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આરોપીને પકડવાની કવાયત શરૂ કરી હતી. તે દરમિયાન સુરેશસિંહ ઉર્ફે રાજવીર સિંહ ઠાકુરને રાજકોટ સિવિલમાંથી રજા આપવામાં આવી હતી.