કર્ણાટકના ચામરાજનગરમાં પ્રસાદ ખાધા બાદ આજે ૧૨ લોકોના ખોરાકી ઝેરના કારણે મોત થઈ ગયા હતા. જ્યારે ૮૦ લોકોને અસર થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં અસરગ્રસ્તો પૈકી ૧૨ લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ચામરાજનગરના એસપી ધર્મેન્દ્રકુમાર મીણાએ માહિતી આપતા કહ્યું છે કે ૧૨ લોકોના મોત થયા છે. મુખ્ય સચિવ અને કમિશનરે મંડ્યા અને મૈસુરના બીએચઓને આદેશ આપ્યા છે કે તેઓ ચામરાજનગરમાં આરોગ્ય વિભાગને તમામ જરૂરી ચીજો ઉપલબ્ધ કરાવે. પ્રસાદ ખાધા બાદ કેટલાક લોકોની તબિયત બગડવા લાગી હતી. ૧૨ લોકોના મોત થઈગયા છે. જેથી આસપાસના વિસ્તારોમાં પણ ખળભળાટ મચી ગયો હતો.
કર્ણાટકના મુખ્યમંત્રી કુમરાસ્વામીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે આ ઘટના દુઃખદ છે. જે કામમેરે ગામમાં બની છે. મુખ્ય સચિવ અને કમિશનર ઘટના સ્થળે પહોંચી ગયા છે.