છોટા શકીલના ભાઈની આબૂધાબી એરપોર્ટથી ધરપકડ

689

માફિયા ડૉન છોટા શકીલ ૧૯૯૩માં મુંબઈમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપીઓમાનો એક છે. તેને અંડરવર્લ્ડના સૌથી મોટા ડૉન દાઉદ ઈબ્રાહીમનો ખાસ માણસ માનવામાં આવે છે. હથિયારોની તસ્કરી કરવી અને ખંડણી વસૂલવી આનો મુખ્ય ધંધો છે.

અંડરવર્લ્ડ ડૉન છોટા શકીલના ભાઈ અનવરને અબૂ ધાબીના એરપોર્ટ પર કસ્ટમ્સ એન્ડ અબુ ધાબી પોલીસે શુક્રવારે ધરપકડ કરી છે. અનવરની પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ છે. ધરપકડ બાદ ભારતીય દૂતાવાસ છોટા શકીલના ભાઈ અનવરનો કબ્જો લેવાના પ્રયત્નમાં લાગેલા છે જ્યારે પાકિસ્તાની દૂતાવાસ પણ તેને પકડવાના પ્રયત્નમાં લાગેલા છે. પાકનો દાવો છે કે અનવરની પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ છે. આ રીતે તેને સોંપવો જોઈએ.

સ્થાનિક અધિકારીઓનુ કહેવુ છે કે અનવર વિશે વધારે જાણકારી મળ્યા બાદ તેને પકડી શકાશે. અનવર બાબુ શેખના વિરુદ્ધ પહેલાથી જ રેડ કોર્નર નોટીસ જારી છે.

Previous articleRLSPમાં ભાગલા : કુશવાહ એકલા પડી ગયા
Next article૩ ત્રાસવાદીને ફૂંકી મરાતા લોકોનો પથ્થર મારો, ગોળીબારમાં ૭ના મોત